પરિકલ્પના – સંયુક્ત કુટુંમ્બ અને વ્યવસ્થા

પરિકલ્પના – સંયુક્ત કુટુંમ્બ અને વ્યવસ્થા

Comments Off on પરિકલ્પના – સંયુક્ત કુટુંમ્બ અને વ્યવસ્થા

वसुधैव कुटुम्बकम्

આપણે સહુ ધરતી માતા ના બાળકો.

ધરતી એ જ મારો પરિવાર.

બાળકોએ ભેગા મળી ધ્યેય બનાવ્યું ઉત્કૃષ્ઠ જીવન સ્થાપિત કરવાનું .

ઉપર ગગન ને આંબવાનું અને સમુદ્ર ના ઊંડાણમાં ઉતારવાનું .

કેવી રીતે ? સવાલ અનેક જવાબ સરળ કાર્ય કઠીન !

જન્મ મરણ ની સતત ચાલતી પ્રક્રિયા અને તેમાંથી થયું કોઈક કોઇક ને જ્ઞાન, ઉતાર્યું જીવન દર્શન ચાર મહાવાક્ય ના સ્વરૂપે .

तत् त्वम् असि

अहम् ब्रह्मास्मि

प्रज्ञानम् ब्रह्म

अयम् आत्मा ब्रह्म

ધરતીમાતા નો પરિવાર એટલે માનવ સમુહ સહુથી ચેતનવંત ઉત્કૃષ્ઠ જીવ અને સહુથી પ્રિય જીવસર્જન ધરતીમાં નું !

માં ના પ્રિય બાળકોએ ભેગા મળી નકી કર્યું એક કામ સહુ જીવ માત્ર ને આપવાને એક અભયદાન .

તેમાંથી નિર્માણ થયું એક વ્યવસ્થાનું. વ્યવસ્થાના ભાગ રૂપે સહુએ વહેંચી એક જવાબદારી, કર્યું રાષ્ટ્રનું નિર્માણ.

જ્યાં રાષ્ટ્ર એટલે રાજ્યોનો સમૂહ, રાજ્ય એટલે ગામ-શહેરોનો સમૂહ, ગામ-શહેર એટલે કુટુંબ-કબીલાઓનો સમૂહ.

કુટુંબ એટલે ઉચ્ચતમ સંસ્કારોથી સુશોભિત જીવાત્માઓ કે જેઓ આ ધરતી પર ભેગા થાય છે નવસર્જન માટે  સત-ચિત્ત આનંદ માટે અને ધરતી પરના બીજા જીવાત્માઓ ના કલ્યાણ અને સુખાકારીની કામના અર્થે.

જ્યાં દરેક કુટુંબ કરે એક પ્રયાસ શોધવાને જવાબ નિત નવા, હર એક દિન રાત સતત અને અવિરત પણે.

જીવન એક યાત્રા શુન્ય તરફની કે પછી અનંત તરફની.

————————————– x —————————————

મને પણ થયો એક અલગ સવાલ!

મારા અવલોકનો એ મને ચિંતિત અને જાગૃત કર્યો છે એક સમસ્યાના સમાધાનના સુંદર વિચાર  તરફ અને એજ એટલે આપણું મારુ અને તમારું સયુંકત કુટુંબ.

આપણી પેઢીના બાળકોના ઉત્કૃષ્ટ જીવન માટે થઇ ને આપણા માતા-પિતા એ કર્યો એક નમ્ર પ્રયાસ માનવ જીવનદર ઘટાડવાનો તેમાંથી ઉભીથઈ રહી એક નવી સમસ્યા આપણી પેઢીના માતા-પિતાના જીવન સંધ્યા ના સાહજિક વહન ની .

મારી પેઢમાં દરેક મિત્ર ના  કુટુંબનું કેન્દ્ર અને તેનો વ્યાપ નાનો  ને નાનો  થઈ રહ્યો છે

એક બાળક અને નાના કુટુંબનો વિચાર અને તેના માટેની તૈયારી એ ખુબજ સરસ વાત છે. જયારે સરેરાશ જીવન ની લંબાઈ વધારી શક્ય હોઈએ ત્યારે જીવનદર ઘટાડવો જ જોઈએ અને તો જ સહુને સારું જીવન પ્રદાન કરી શકાય.

ભૌતિક જીવન અને તેમાં રહેલા આનંદ પર પણ સહું નો અધિકાર એ  પણ એક પ્રકારની આધ્યત્મ ની અનુભૂતિ જ હોઈ શકે ને કે પછી બીજું શુ ?

આપણા બાળકો ને તેમના કલ્યાણ અર્થે વિશ્વના દરેકે દરેક ખૂણા નો શક્ય-તઃ સ્પર્શ એ ખુબ જ ઉદ્દાત ભાવના છે.

અને તેમાંથી જન્મ થયો છે જીવન સંધ્યા એ પરાવલંબન દયા-કરુણાનો.

શુ આપણે હર એક ક્ષણે-ક્ષણે આનંદ ના લૂંટી શકીયે , જરૂર લૂંટી શકાય પણ એ ત્યરે જ શક્ય બને જયારે આપણે એ સમજ ને વહેલી તકે સમજી લઈને પગલાં ભરીએ તો.

આ વિચારે જન્મ લીધો મારી પરી-કલ્પના એટલે કે સંયુક્ત કુટુંબ ની વ્યાખ્યા અને વ્યવસ્થાને સ્થાપિત કરવા ના વિચાર ને અભિવ્યક્ત કરવાનો..

વાન્પ્રશ્થાશ્રમ એ ભુલાઈ ગયેલ પરમ્પરા ઓ માની  એક હોઈ શકે છે.

નવાયુગ માં નવી રચન સાથે શરૂઆત કરતા જઈએ અને આવનારા 25વર્ષમાં આપણી હજારો વર્ષ જુની વૈદિક કુટુંબ પ્રણાલી ને અપનાવીએ.

જ્યાં મારુ કુટુંબ સંયુક્ત કુટુંબ, માં-બાપ વગર ના બાળકો આપણા બાળકો, મારો સાથી, મિત્ર, સેવક કે પછી મલિક મારા કુટુંબના અધિસ્થાપક દેવો .

જ્યાં આપણા બાળકો તેમના સમય અને જરૂરિયાત મુજબ સમય દાન કે શ્રમ દાન કરતા કરતા આનંદ અને સુરક્ષાનો અહેસાસ અનુભવી શકે તો તેનાથી રૂડું શું.

 

 

About the author:

Back to Top